રાધનપુર–સમી હાઇવે પર ઇકો અને ટ્રેલર વચ્ચે અકસ્માત - ઇકો ચાલક ઈજાગ્રસ્ત
રાધનપુર

રાધનપુર–સમી હાઇવે પર ઇકો અને ટ્રેલર વચ્ચે અકસ્માત - ઇકો ચાલક ઈજાગ્રસ્ત

ABC News 24
schedule 5 min read

પાટણ જિલ્લાના રાધનપુર–સમી હાઇવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે... ઇકો કાર અને ટ્રેલર વચ્ચે થયેલા અકસ્માતમાં ઇકો ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે... અકસ્માત બાદ ટ્રેલર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે એંકર મળતી માહિતી મુજબ, રાધનપુર–સમી હાઇવે પરથી ઇકો કાર રાધનપુરથી મહેસાણા તરફ જઈ રહી હતી, તે દરમિયાન ટ્રેલર સાથે ઇકો કારની ટક્કર થઈ હતી.ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો કારનો આગળનો ભાગ તૂટી ગયો હતો. અકસ્માતમાં ઇકો ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત ઘટના સ્થળે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્ત ઇકો ચાલકને પ્રાથમિક સારવાર આપી રાધનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બીજી તરફ અકસ્માત બાદ ટ્રેલર ચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી રહી છે. અહેવાલ વિપુલ ચૌધરી રાધનપુર

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward