પથ્થર જેવું દેખાતું અનોખું જીવ: પ્યુરા ચિલેન્સિસ
અજબ ગજબ

પથ્થર જેવું દેખાતું અનોખું જીવ: પ્યુરા ચિલેન્સિસ

S4 News Network
schedule 4 min read

ચિલી અને પેરુના સમુદ્ર કિનારે એક એવું જીવ જોવા મળે છે જે બહારથી હૂબહૂ પથ્થર જેવું દેખાય છે, પરંતુ તેને કાપતા અંદરથી લોહી અને અંગો નીકળે છે. આ જીવનું નામ "પ્યુરા ચિલેન્સિસ" (Pyura chilensis) છે. તે સમુદ્રમાં ખડકો સાથે વળગી રહે છે અને રેતી કે પથ્થર જેવું કવચ ધરાવે છે. સ્થાનિક લોકો તેને દરિયાઈ વાનગી તરીકે પણ આરોગે છે. આ જીવ નર તરીકે જન્મે છે અને મોટું થતા ઉભયલિંગી બની જાય છે. તેના લોહીમાં વેનેડિયમ નામની દુર્લભ ધાતુનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે, જે વિજ્ઞાનીઓ માટે હજુ પણ એક રહસ્ય છે. કુદરતની આ અનોખી રચના જોઈને કોઈ પણ દંગ રહી જાય તેવી છે. સમુદ્રમાં આવા અનેક રહસ્યો છુપાયેલા છે જેમાંથી આ એક છે.

QUANTUM AI FUTURE TECH INNOVATION

The Intelligence Report

More insights from our editorial desk

View All Stories arrow_forward